જેલમાં કેદીઓ સાથે અમાનવીય કૃત્યો થતા હોવાની રજૂઆત કરવામાં આવી

પોરબંદર

મહેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જેલ અધિક્ષકને આવેદન પત્ર આપવામાં આવ્યું

પોરબંદરની જેલમાં બંદીવાન કેદીઓને માનસિક, આર્થિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જયારે આવો આક્ષેપ બંધ કરવા જેલ અધિક્ષકને રજૂઆતો કરવામાં આવી છે.

પોરબંદરની શ્રી મહેર ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા પોરબંદરની ખાસ જેલના જેલ અધિક્ષકને આવેદન પત્ર પાઠવી રજૂવાતો કરવામાં આવી છે કે,

પોરબંદર શહેરની ખાસ જેલમાં બંધ કરશનભાઇ હાજાભાઇ મોરી, વિરાભાઇ ડી. કટારા અને મહેશ એસ. મોરી નામના કેદીઓ પાસેથી જેલના સિપાહી દ્વારા મોટી રકમની માંગણી કરવામાં આવે છે અને જો આવી રકમ આપવાની ના પાડવામાં આવે તો કેદીઓ પર જુલમ કરવામાં આવે છે.

કેદીઓ તેના કામની મુદત પૂર્ણ કરી પરત ફરે છે ત્યારે સિપાહીઓને તેનો હપ્તો ન આપવામાં આવે તો કેદીઓના કપડા કાઢીને તેને ઉઠક-બેઠક કરાવવામાં આવે છે તેવો આ રજૂવાતોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ આ બધા કૃત્યોને માનવ અધિકાર વિરૂધ્ધના કૃત્યો ગણાવી આવા કૃત્યોનો રજૂવાતોમાં વિરોધ કરાયો છે.તેમજ આવા કૃત્યો કરનારાઓની બદલી કરી નાખવાની માંગણી કરવામાં આવી છે અને જો તેમ નહી કરવામાં આવે તો જેલના દરવાજા પાસે ગાંધી ચિન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
WhatsApp chat