પોરબંદર તાલુકાના સોઢાણા ગામ પાસે નવા વર્તુ બ્રીજની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય તો વાહનોની અવર-જવર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયા

પોરબંદર

પોરબંદર તાલુકાના સોઢાણા ગામ પાસે નવા વર્તુ બ્રીજની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય, જેમાં એપ્રોચ રોડની કામગીરી અંતર્ગત દીવાલનું ખોદાણકામ ચાલી રહ્યું છે, તેમજ થોડા સમય પહેલા બ્રીજના ચોથા સ્પાનનું (ગાળાનું) બાંધકામ પૂર્ણ થયેલ છે અને તેનો ક્યોરીંગનો સમયગાળો ચાલુ હોય તથા નીચે સ્કેફોલ્ડીંગ (ટેકાઓ) ગોઠવેલા હોય, વધુમાં બ્રીજના બંને તરફ એપ્રોચીસમાં પ્રોટેકશન વોલનું બાંધકામ હાલમાં પ્રગતિ હેઠળ છે. તેમજ પ્રોટેકશન વોલના બાંધકામ દરમિયાન માલ/મટીરિયલ્સ હાલ કાર્યરત ડાયર્વઝન ઉપર આવવાની સંભાવના રહેલ છે. વધુમાં જામનગર અને પોરબંદર જિલ્લા માટે વાહનોની અવર-જવર માટેનો મહત્વનો રસ્તો હોય, જેથી આ રસ્તા ઉપર વાહન વ્યવહાર તેમજ એક ગામથી બીજા ગામના લોકોની આવક-જાવક આ રસ્તે વધુ પ્રમાણમાં રહેતી હોવાથી, હાલ ચાલતા કામમાં કોઇપણ જાતનો અકસ્માત/અડચણ કે સંભવિત નુકશાન ન થાય તે માટે વાહનોના વૈકલ્પિક રૂટ તરીકે ડાયવર્ઝન અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પોરબંદર દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ બહાર પાડવામાં આવ્યું છે.

પોરબંદર તાલુકાના સોઢાણા ગામ પાસે નવા વર્તુ મેજર બ્રીજની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય, બ્રીજના બંને તરફ એપ્રોચીસમાં પ્રોટેકશન વોલનું બાંધકામ હાલ પ્રગતિ હેઠળ હોય, તેમજ પ્રોટેકશન વોલના બાંધકામ દરમિયાન માલ/મટીરિયલ્સ હાલ કાર્યરત ડાયવર્ઝન ઉપર આવવાની સંભાવના હોવાથી તેમજ જામનગર અને પોરબંદર જિલ્લાના વાહનો તથા એક ગામ થી બીજા ગામે જતા લોકોની અવર-જવર આ રસ્તા ઉપર વધુ હોવાથી, ચાલતા કામમાં અકસ્માત/અડચણ કે અન્ય કોઇ નુકશાની આકાર ન લઇ શકે તે માટે આ રસ્તા ઉપર વાહનના આવવા-જવા માટે પોરબંદરથી જતા ભારે વાહનો માટે રામવાવ પાટીયાથી કુણવદર – મોરાણા – પારાવાડા – ભોમીયાવદર – સોઢાણા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. અડવાણાથી પોરબંદર આવતા ભારે વાહન માટે સોઢાણાથી – ભોમીયાવદર – પારાવાડા – મોરાણા – કુણવદર થી રામવાવના પાટીયા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

ગ્રામ્ય વિસ્તારના રોડ સીંગલ/ડબલ પટીના અને વણાંક્વાળા હોય જેથી વાહન અકસ્માતના બનાવો ન બને તે માટે વાહન ચાલકોએ ગતિ મર્યાદામાં વાહન ચલાવવા, રોડ પર ભારે વાહન ચાલકોએ પોતાના વાહન રોડ ઉપર પાર્ક ન કરવા, રોડ પર પસાર થતાં વાહનોની માલ ભરવાની ક્ષમતાથી વધારે માલ ન ભરે તેમજ માલ ભરેલ વાહનોમાં માલ ઉપર તાલપત્રી બાંધવાની રહેશે.  આ જાહેરનામું  તા.૦૪/૦૭/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કે ઉલ્લંધન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
WhatsApp chat