ધાકધમકી આપવાના ગુન્હામાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો નિર્દોશ છુટકારો

૩ વર્ષ પહેલા નોંધાઇ હતી ફરિયાદઃ છ સાગ્રીતોને પણ કોર્ટે આપી કલિનચીટ

પોરબંદર

પોરબંદરમાં ધાકધમકી આપવાના ગુન્હામાં ધારાસભ્ય કાંધલ જાડેજાનો નિર્દેશ છુટકારો થયો છે.અત્રે પ્રાપ્ત વિગત મુજબ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી લિલેષભાઇ ઉર્ફે લીલાભાઇ ટપુભાઇ ઓડેદરાએ એવા મતલબની ફરિયાદ આપેલી કે, ફરિયાદી તથા તેમના જમાઇ ઝવેરી બંગલાનજીક આવેલી કાવેરી હોટલ સામે ગત તા. ૭/ ૧૧/ ૨૦૧૮ ના રોજ કલાક ૧૯: ૧૦ ના સમારે ખુરશીઓ ઉપર બેઠાહતા તે વખતે કાંધલભાઇ સરમણભાઇ જાડેજા તથા તેમની સાથેના અન્ય છ વ્યકિતઓ એ ગેરકાયદેસર મંડળી રચી અને ફોર વ્હીલ ગાડીઓમાં ફરિયાદી પાસે જઇ ફરીયાદીને નજીક બોલાવી
ફરીયાદીને ગાળો કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુન્હો આચરેલ હોવા સબંધેની ફરિયાદઆપતા પોલીસે ધોરણસર ગુન્હો નોંધી અને પાસ આરંભેલી અને તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ રજુકરતા કોર્ટ સમક્ષ ટ્રાયલ ચાલેલી અને જેમાં ફરિયાદ પક્ષે આરોપીઓ વિરૂધ્ધ પુરતો પુરાવો હોવાનું જણાવી આરોપીઓની સામે ધોરણસર થવા અરજ ગુજારેલી.

ત્યારબાદ બચાવપક્ષે પોરબંદરના જાણીતા એડવોકેટ એમ.જી.શીંગરખીયા રોકાયેલા હોય અનેતેઓએ કોર્ટ સમક્ષ હાજર થઇ દલીલો કરતા જણાવેલ કે, આ કામમાં સમગ્ર રેકર્ડ ધ્યાને લેવામાં આવેતો ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિશંકપણે સાબિત કરવામાં સદંતર નિષ્ફળ ગયેલા હોય, આ કામમાંમહત્વના સાહેદ ફરિયાદી લીલેશભાઇ અને અન્ય સાહેદ મયંકભાઇ સીસોદીયા કે જેઓ ફરીયાદીના સગા થાય છે અને તેઓએ ફરિયાદપક્ષના કેસને સમર્થન કરેલ નથી અને તે રીતે મહત્વના સાહેદો તેઓની ફરીયાદ તથા નિવેદનથી તદન વિરોધાભાષી પુરાવો રજુ રાખતા હોય અને જે જોતા ખુદ ફરીયાદી તેમજ સાહેદનો પુરાવો માની શકાય તેમ ન હોય વળી આ કામે રજુ રાખવામાં આવેલ સી.ડી. કે જેને ફરીયાદપક્ષે એફ.એસ.એલ.માં પરિક્ષણ અર્થે મોકલવામાં આવેલ ન હોય અને તે રીતે ફરિયાદ પક્ષ આરોપીઓ સામે કરેલા આક્ષેપો સાબિત કરવામાં સદંતર નિષ્ફળ ગયેલા હોય, વળી રેકર્ડ ઉપરનો પુરાવો જોવામાં આવે તો કોઇ જ સ્વતંત્ર સાહેદોએ ફરીયાદપક્ષના કેસને લેશમાત્ર સમર્થન કરેલ ન હોય, એટલું જ નહીં આ કામે ફરીયાદપક્ષે આંક-ર ૪ થી મયંકભાઇ કીરીટભાઇ સીસોદીયાને કોર્ટ રૂબરૂ તપાસેલા છે. જેઓએ ફરીયાદીની ફરીયાદને લેશમાત્ર સમર્થન કરેલ ન હોય અને હાલના સાહેદનો પુરાવો જોવામાં આવે તો આ કામના આરોપીઓ તેઓ બેઠા હતા ત્યારે આવેલા અને કાંધલભાઈ તથા તેમની સાથેના માણસોએ તને બહુ વાવડો આવી ગયો છે. તેમ કહીને તેમના સસરા સાથે ગાળાગાળી કરીને જાનથી મારી નાંખવાની ધમકશી આપેલી હોય તેવું બનેલ નથી. જે જોવામાં આવે તો ખરેખર કહેવાતો કોઇ જ બનાવ બનેલ જ ન હોય પરંતુ કાંધલભાઇ જાડેજા કે જેઓ મહેર સમાજમાં પ્રતિષ્ઠીત આગેવાન તરીકેની નામના ધરાવતા હોય અને તેઓ કુતિયાણના વર્તમાન ધારાસભ્ય તરીકે જનતાની સેવામાં કાર્યરત હોય અને માત્રને માત્ર તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા ખોટી ફરિયાદ નોંધાવેલ હોય વિગેરે વિગતવાર દલીલો રજુ રાખી નિર્દેશ જાહેર કરવાનો હુકમ ફરમાવવા અરજ ગુજારેલી. ત્યારબાદ કોર્ટે બન્ને પક્ષોની દલીલો તેમજ રેકર્ડ ઉપરનો પુરાવો વિગેરે ધ્યાને લઇ કુુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા તથા અન્યોને નિર્દેશ જાહેર કરતો હુકમ અદાલતમાં વાંચી, સંભળાવી જાહેર કર્યો. આ કામે બચાવ પક્ષે પોરબંદરના સીનીયર એડવોકેટ જે.પી. ગોહેલની ઓફીસ તરફથી એમ.જી.શીંગરખીયા, એન.જી.જોશી, રાહુલ એમ. શીંગરખીયા, પંકજ બી. પરમાર, વિનોદ જી. પરમાર તથા જીજ્ઞેશ ચાવડા રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
WhatsApp chat