ચંદ્રાવાડા ગામ ની પરણીતાને અડવાના 108 ની ટીમે ઍમ્બૂલનસ માં નોર્મલ ડિલેવરી કરાવી

પોરબંદર

ચંદ્રાવાડા ગામની પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ માટે 108માં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી.પરન્તુ મહિલા ને વધું દુઃખાવો ઉપડતા 108 ઍમ્બૂલનસનાં ઇ.એ.ટી વિશાલ ભાલોડીયા એમ્બૂલનસ ને માર્ગ ઉપર રોકી મહિલાની પ્રસુતિ કરાવી હતી.

ગુજરાત સરકાર 108 ઈમરજંન્સિ સેવા ફરી એકવાર મદદગાર સાબિત થઇ રહી છે જેનો વધું ઍક કિસ્સો આજ રોજ સામે આવીયો હતો.પ્રાપ્ત માહીતી અનુસાર બુધવાર રાતે ૨૪/૦૩/૨૦૨૧ ૧૨.૦૧ વાગ્યે દેવભૂમિ દ્વારકા જીલ્લા નાં ચંદ્રાવાડા ગામમા રહેતાં નાનલી બેન ચૌહાણ અચાનક પ્રસુતિની પીડા ઉપડતા ત્તેઓને તાત્કાલિક પ્રસુતિ માટે લઈ જવાની ફરજ પડી હતી જેથી108 ઍમ્બૂલનસનો સંપર્ક કરતા અડવાના ગામ ના 108 નાં કમ્રીઓ તાબડતોબ ચંદ્રાવાડા ગામે પહોચી ગયા હતાં. સારવાર માટે રાવલ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા હતા તે દરમિયાન વધું દુઃખાવો ઉપડતા તેઓની પ્રસુતિ 108 માંજ કરાવવાની નોબત સર્જાઈ હતી 108 ઍમ્બૂલનસનાં એ.મ.ટી. વિશાલ ભાલોડીયાઅને પાયલોટ ધર્મેશભાઈ એ ઍમ્બૂલનસ રાવલ ગામનાં માર્ગ ઉપર રોકી ….સફળ પ્રસુતિ કરાવી માતા અને પુત્રીનો જીવ બચાવીયો હતો. ત્યારબાદ પુત્રીને બેબીકેર માટે સી એસ સી હોસ્પિટલ રાવલ ખાતે ખસેડવામાં આવીયા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
WhatsApp chat