પોરબંદરનાં બોખિરા ગામે યોજાયો સેવાસેતુ કાર્યક્રમ

જીતેન્દ્ર નિમાવત,પોરબંદર 

 

ભવિષ્યમાં આરોગ્યલક્ષી મુશ્કેલી સર્જાય તો આયુષ્યમાન કાર્ડ ઉપયોગી બનશે:લાભાર્થી જાનવીબહેન રાઠોડ

પોરબંદર સહિત સમગ્ર ગુજરાતમાં સાતમા તબક્કાનાં સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ એવો અવસર છે જેમાં રાજ્ય સરકાર સામે ચાલીને લાભાર્થીઓના આંગણે પહોંચીને સરકારની વિવિધ સેવાઓનો લાભ નાગરિકોને સ્થળ પર જ પુરો પાડે છે.

પોરબંદર જિલ્લામાં શરૂ થયેલા સાતમા તબક્કાનાં સેવાસેતુ કાર્યક્રમ જિલ્લાના જુદા જુદા સ્થળોએ યોજાયો હતો. બોખીરા ગામે મહેર સમાજ ખાતે યોજાયેલ સેવાસેતુમાં ઉપસ્થિત રહેલા ઝૂંડાળા વિસ્તારમાં રહેતા જાનવીબહેન રાઠોડે હર્ષ સાથે કહ્યું કે,અમારા વિસ્તારમાં સેવાસેતુ યોજાયો તેના કારણે મને અને મારા પરિવારને આયુષ્યમાન કાર્ડ અને આવકનો દાખલો સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યો છે. ભવિષ્યમાં આરોગ્યલક્ષી મુશ્કેલી સર્જાય તો આયુષ્યમાન કાર્ડ ઉપયોગી બનશે.

જાનવી બહેને વધુમાં કહ્યું કે,સ્થળ પર જ આવા કાર્યક્રમો યોજવામાં આવે છે જેથી બહેનો પોતાના ઘર કામ કરીને દિવસમાં ગમે ત્યારે સરકારી યોજનાઓનો લાભ સ્થળ પરથી મેળવી શકે છે. સેવાસેતુમાં સરકારની જુદી-જુદી કચેરીઓની સેવાનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ મળી રહે છે તે ખુબ જ આવકારવા દાયક પગલું છે.

ભવિષ્યમાં આરોગ્યલક્ષી મુશ્કેલી સર્જાય તો આયુષ્યમાન કાર્ડ ઉપયોગી બનશે:લાભાર્થી જાનવીબહેન રાઠોડ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
WhatsApp chat