छोटे से घर में गरीब का बेटा, मैं भी हूँ माँ के नसीब का बेटा પોરબંદરના નવ વર્ષિય માસુમ પિનાકની કિડનીનુ સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે ટ્રન્સપ્લાન્ટ કરાયુ

 

અંદાજે ૨૦થી ૨૫ લાખનુ ઓપરેશન વિનામૂલ્યે થતા થાનકી પરિવારે સરકાર અને ડોકટર્સનો આભાર માન્યો

બાળકના નાના હિંમતલાલ રાજ્યગુરુએ પોતાની એક કિડની ડોનેટ કરી બાળકને નવ જીવન અપાવ્યુ

પોરબંદર

જન્મથી કિડનીની બિમારીથી પીડિત પોરબંદરના ૯ વર્ષીય પિનાક થાનકીને સરકારની RBSK યોજાના હેઠળ સંદર્ભ કાર્ડ થકી વિનામૂલ્યે કિડની ટ્રન્સપ્લાન્ટ કરાતા થાનકી પરિવારના એકના એક સંતાનને નવુ જીવન મળ્યુ છે. ખાનગી હોસ્પિટલમાં અંદાજે ૨૦ થી ૨૫ લાખનો ઓપરેશનનો ખર્ચ થાય પણ સરકારની આરબીએસકે યોજના હેઠળ સંદર્ભ કાર્ડ થકી પિનાકનું વિનામૂલ્યે ઓપરેશન થતા થાનકી પરિવારે સરકાર અને ડોકટર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રન્સપ્લાન્ટ માટે બાળકના નાના હિંમતલાલ રાજ્યગુરુએ પોતાની કિડની ડોનેટ કરીને પુત્રીના પરિવારને હસતો કર્યો છે.

પરિવારનું ઘર નાનુ કે મોટુ હોવાથી માં બાપનો પ્રેમ ઓછો નથી હોતો. દરેક સંતાન માતા પિતાના સપના અને પોતાના ધ્યેયોને પાર પાડવા મહેનત કરતા હોય છે. મશહૂર ગીતકાર શૈલેન્દ્ર લખે છે કે, “ છોટે સે ઘર મે ગરીબ કા બેટા, મેં ભી હૂ માંકે નસીબ કા બેટા”

 હદય, કેન્સર, કિડની જેવી ગંભીર બિમારીના સમયે ઓપરેશન કરવા માટે લાખો રૂપીયા ખર્ચ થઇ જતા હોય ત્યારે ૦થી૧૮ વર્ષના બાળકોને ગંભીર બિમારીના સમયે સરકાર પીડિત પરિવારના પડખે રહીને આર્થિક મદદ કરીને હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવે છે.

પોરબંદરના છાંયા ચોકી પાસે રહેતા અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રવિન્દ્રભાઇ થાનકી તથા કાજલબેનના નવ વર્ષિય પુત્ર પિનાકને જન્મજાત કિડનીની બિમારી હતી. ઇન્ફેકશન વધતા માત્ર ૨ વર્ષની ઉંમરે એક કિડની રીમુવ કરવી પડી હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૧૯માં પિનાકને ડેંગ્યુ તાવ આવતા તેની બીજી કિડનીમાં અસર થતા રવિન્દ્રભાઇએ પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગનો સંપર્ક સાધી મદદ માગી હતી.

આ સંદર્ભે રવિન્દ્રભાઇએ કહ્યુ કેRBSK ડોકટર્સની ટીમ સ્કૂલમાં વિધાર્થીઓના ચેકઅપ માટે આવતા હતા. ઘણી બધી ખાનગી હોસ્પિટલોમાં સુખદ પરિણામ ન આવતા મેં સરકારી હોસ્પિટલમાં મારા પુત્રને લઇ જવાનું નક્કી કર્યુ. આ માટે જિલ્લા આરોગ્ય વિભાગની હૂફ અને આશ્વાસન મળ્યુ હતુ. સતત દોઢ વરસ સારવાર ચાલુ રહી. ત્યારબાદ અમદાવાદની ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્સ સેન્ટર સિવિલ હોસ્પિટલ કેમ્પસ અમદાવાદ ખાતે મારા પુત્રનુ ઓપરેશન કરવા ડોકટર્સે જાણાવ્યું, અને કહ્યુ કે, આ માટે તમારે એકપણ રૂપિયાનો ખર્ચ કરવો નહીં પડે. સરકારશ્રીના સંદર્ભ કાર્ડ હેઠળ ઓપરેશન, દવા, સંપર્ણ વિનામૂલ્યે કરવામા આવશે. અને અંદાજે ૨૦થી ૨૫ લાખના ખર્ચનુ ઓપરેશન વિનામૂલ્યે થયુ.

રવિન્દ્રભાઇ અને કાજલબહેને વધુમા કહ્યુ કે, પ્રથમ અમે સરકારી હોસ્પિટલમાં જવા તૈયાર ન હતા, પણ પુત્રના સફળ ઓપરેશન બાદ અમે બધાને અપીલ કરીએ કે, ૦થી૧૮ વર્ષના કોઇ બાળકને જન્મજાત બિમારી હોય તો RBSK સંદર્ભ કાર્ડ યોજના હેઠળ મળતી વિનામૂલ્યે સારવાર કરાવવી.

RBSK ડો. ડિમ્પલ પડિયાએ કહ્યુ કે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ RBSK યોજના હેઠળ ફિલ્ડ પર જઇને ૦થી૧૮ વર્ષના જન્મજાત બિમારી ધરાવતા બાળકોની સારવાર અને તેનુ ફોલોઅપ લેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
WhatsApp chat