પોરબંદર ના છાયા માં નવા મોબાઇલ પૈસા બાબતે સગા ભાઈ નું ખૂન કરનાર ભાઈ સત્તર માં દિવસે ઝડપાયો જુઓ આ વિડિઓ

પોરબંદર

કમલાબાગ પોલીસ સ્ટેશન ગુ.ર.નં પાર્ટ એ. ૧૧૨૧૮૦૦૯૨૦૦૧૪૩૯/૨૦૨૦ આઇ.પી.સી કલમ-૩૦૨ મુજબના આ કામે બનાવની હકિકત એવી છે કે, ગઇ તા.૦૬/૦૯/૨૦૨૦ ના રાતના કોઇપણ સમયે આ કામેના મરણ જનાર કેશુભાઈ લાખાભાઈ બાપોદરા તથા આરોપી મનિષ લાખાભાઈ બાપોદરા બન્ને સગા ભાઈઓ થતાં હોય, જેમાં આરોપી કોઈ કામ ધંધો કરતા ન હોય અને તામસી સ્વભાવના તથા રખડું હોય, જેણે મરણ જનાર પોતાના સગા ભાઈ સાથે નવો મોબાઇલ લેવાના પૈસા બાબતે ઝઘડો કરી મરણ જનારને ધારદાર હથિયાર વડે માથાના તથા કપાળના ભાગે જીવલેણ ઘા મારી મોત નિપજાવી નાસી ગયેલ હતો.

જેથી આ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીને પકડી પાડવા માટે જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌શ્રી ડો. રવિ મોહન સૈની સુચના મુજબ તથા પોરબંદર શહેરના ડી.વાય.એસ.પી. શ્રી જે.સી.કોઠીયા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./ એસ.ઓ.જી./ પેરોલ ફર્લો તથા કમલાબાગ પોલીસ તથા કિર્તીમંદીર પોલીસ તથા ઉધોગનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામા આવેલ અને પોરબંદર સીટી તથા ગ્રામ્ય વિસ્તારમા જુદી જુદી જગ્યાએ આરોપીની તપાસ હાથ ધરવામાં આવેલ અને કોમ્બીંગ કરી આરોપીને પકડી પાડવા પ્રયત્નો કરવામાં આવેલ હતા,

આજરોજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જે.સી.કોઠીયા માર્ગદર્શન હેઠળ ઉધોગનગર પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ ચેતનભાઇ ગીગાભાઇ તથા પો.કોન્સ હોથીભાઇ અરજનભાઇને મળેલ ચોક્કસ હકિકત આધારે કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી એન.એન.રબારી તથા પો.સબ.ઇન્સ એચ.એન.ચુડાસમા તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્રારા એચ.એમ.પી. કોલોનીના કંમ્પાઉન્ડમાં ખંઢેરમાં તપાસ હાથ ધરવામાં આવેલ અને ખંઢેરમાં આરોપી મનિષ લાખાભાઈ બાપોદરા છુપાયેલ જોવામાં આવતા તુરત કોર્ડન કરી પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપી :- મનીષ લાખાભાઇ બાપોદરા ઉવ. 20 રહે. છાંયા, ગાંધી આશ્રમ પાછળ, પરમાર નિવાસ સામેની શેરી,પોરબંદર

કામગીરી કરનાર અધિકારી / કર્મચારી

કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટરશ્રી એન.એન.રબારી તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. શ્રી એચ.એન.ચુડાસમા તથા એ.એસ.આઇ. વીરમભાઇ , પો.હેડ.કોન્સ ચેતનભાઇ , જીણાભાઇ, ભરતસીંહ , જયેશભાઇ તથા પો.કોન્સ. હોથીભાઇ , વિજયભાઇ , ભીમશીભાઇ ,કનકસિંહ, મયુરભાઇ, વિરેન્દ્રસીંહ , અક્ષયભાઇ ,ભીખુભા તથા ચંદુભા, વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
WhatsApp chat