ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. વેંકૈયા  નાયડુએ પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ – કીર્તિ મંદિરની મુલાકાત લઇ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

ઉપરાષ્ટ્રપતિશ્રીએ પૂજ્ય બાપુના જન્મસ્થળની મુલાકાત લઇ ધન્યતા અનુભવી

કીર્તિ મંદિર ખાતે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, કલેક્ટર શ્રી અશોક શર્મા સહિતના

મહાનુભાવોએ ઉપરાષ્ટ્રપતિશ્રીનું સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યું

કીર્તિ મંદિર પ્રવેશ દ્વાર  નજીક મણિયારો રાસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો

પોરબંદર

ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ-કીર્તિ
મંદિરની મુલાકાત લઈ પૂજય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. આ તકે કીર્તિ મંદિર ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રીનું સુતરની
આંટીથી શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, કલેકટરશ્રી અશોક શર્મા સહિતના મહાનુભાવો એ સ્વાગત કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિશ્રીએ સહપરિવાર સૌપ્રથમ મહાત્મા ગાંધીજીના મૂળ જન્મસ્થાન પહોંચી પૂજ્ય બાપુને શ્રદ્ધા
સુમન અર્પણ કર્યા હતા. કીર્તિ મંદિરમાં પૂજય બાપુ અને કસ્તુરબાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ઉપરાષ્ટ્રપતિશ્રીએ સહ પરિવાર મહાત્મા ગાંધીજીના સ્મૃતિ ગેલેરી રૂમની મુલાકાત લઈ ચરખો સહિતની વસ્તુઓ અને
બાપુની જીવન દર્શિની નિહાળી હતી. તેઓએ કીર્તિ મંદિર વિઝીટ બુકમાં પણ નોંધ કરી હતી. આ પૂર્વે ઉપરાષ્ટ્રપતિશ્રીનું
પોરબંદરની સંસ્કૃતિ મણીયારો રાસ રજૂ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિશ્રીની કીર્તિ મંદિર મુલાકાત વેળાએ ધારાસભ્યશ્રી બાબુભાઈ બોખીરીયા,જિલ્લા પંચાયતના પ્રમુખ
શ્રીમતી મંજુબેન કારાવદરા, ચીફ પ્રોટોકોલ ઓફિસરશ્રી જવલંત ત્રિવેદી,સંગઠનના  શ્રી કિરીટભાઈ મોઢવાડિયા તેમજ
એસ.પી શ્રી રવિ મોહન સૈની, કીર્તિ મંદિરના સભ્ય સચિવ શ્રી કે. જે. જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
WhatsApp chat