જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ પત્રકાર પરિષદ

પોરબંદર જિલ્લામા શાંતિપૂર્ણ વધુને વધુ મતદાન થાય તે માટે તંત્ર સજ્જ

પોરબંદર

પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અશોક ર્શમાનાં અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ હતી. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ૮૩-પોરબંદર વિધાનસભા અને ૮૪-કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં તા.૦૧ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. તેમ જણાવી કલેકટરશ્રીએ કહ્યું હતુ કે ,જિલ્લાના ૪૯૪ મતદાન મથકો પર મતદાન યોજાશે.  જિલ્લામાં ૧૭૭ ક્રિટીકલ પોલિંગ સ્ટેશન પર  કેન્દ્રીય ફોર્સનાં જવાનો ફરજ બજાવશે. ૧૭૭ ક્રિટીકલ સહિત ૨૪૬ મતદાન મથકો વેબ કાસ્ટિંગ છે. ઉપરાંત ૧૪  સખી મતદાન મથકો છે. દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન મથક-૨ તથા  ૨ ગ્રીન મતદાન મથક છે. ૧ યુવા મતદાન મથક છે. આ ઉપરાંત ૨ મોડલ મતદાન મથક છે. આમ ૪૯૪ મતદાન મથકો પર ૨૮૬૦ કર્મચારીઓ   તથા પોલીસ સ્ટાફ ફરજબધ્ધ હશે.

આ ઉપરાંત કલેકટરશ્રીએ જણાવ્યું હતુ કે , ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમા જે વિસ્તારોમાં ઓછુ મતદન થયું હતુ તે વિસ્તારોમાં વધુ મતદાન થાય આ ઉપરાંત સમગ્ર જિલ્લમાં વધુ ને વધુ મતદાન થાય, મતદારો પોતાના મતાધિકારનો  ઉપયોગ  કરી મતદાન કરે  તે માટે સ્વીપ ટીમ દ્રારા મતદાન જાગૃતિના કાર્યક્રમો પણ  યોજવામાં  આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
WhatsApp chat